રાજકોટ: રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈને ઉધોગોમાં આજથી બે દિવસનાં  સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ઓદ્યોગિક વસાહતમાં આગામી બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે બુધવારે અને ગુરૂવાર એમ બે દિવસ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે.


રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ, મેટોડા જી આઇ ડીસી અને આજી જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ બંધ રહેશે. આ બંધમાં અંદાજિત પાંચ હજાર ઉધોગો બે દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. શાપર વેરાવળ, મેટોડા, આજી સહિતની મોટી જીઆઇડીસી એસોસિએશને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ બંધને રાજકોટ એન્જિનિયરીગ એસોસિએશનને પણ ટેકો જાહેર કર્યો છે.


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન- 8, વડોદરા કોર્પોરેશન-9, રાજકોટ-4, સુરેન્દ્રનગર-4, વડોદરા-4, બનાસકાંઠા-3, ભરુચ-3,  ગાંધીનગર-3, જામનગર કોર્પોરેશ-3, મોરબી-3, સાબરકાંઠા-3, અરવલ્લી-2, ભાવનગર કોર્પોરેશન-2, બોટાદ-2, દાહોદ-2, દેવભૂમિ દ્વારકા-2, જુનાગઢ-2, મહેસાણા-2, પાટણ-2, અમરેલી-1, ભાવનગર-1, છોટા ઉદેપુર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા-1, મહિસાગર-1, પંચમહાલમાં -1 અને સુરતમાં 1 દર્દીના મોત સાથે કુલ 121 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 4631,  સુરત કોર્પોરેશનમાં 1553, રાજકોટ  કોર્પોરેશનમાં 764,  મહેસાણા-485, વડોદરા કોર્પોરેશનમાં 460, સુરત- 375, જામનગર કોર્પોરેશન- 324 બનાસકાંઠામાં 263, કચ્છ-176, ગાંધીનગર કોર્પોરેશન-173, ભરુચ-171, ભાવનગર કોર્પોરેશન-165, વડોદરા-165, જામનગર-159, ગાંધીનગર-150, દાહોદ-139, પંચમહાલ-135, અમરેલી-122, ભાવનગર-122, સાબરકાંઠામાં 122, ખેડા-121, નર્મદા-121, તાપી-113, નવસારી-105,  પાટણ-104, જુનાગઢ કોર્પોરેશન-99, મહીસાગર-86, રાજકોટ- 86, વલસાડ-80, સુરેન્દ્રનગર-76, મોરબી-74, જુનાગઢ-73, અરવલ્લી-66, દેવભૂમિ દ્વારકા-62, અમદાવાદ-60, આણંદ-60, છોટા ઉદેપુર-52, ગીર સોમનાથ-49, પોરબંદર-42, બોટાદ-14 અને ડાંગમાં 11 કેસ મળી કુલ 12,206 કેસ નોંધાયા હતા.