Rajkot: ઉમેદવારોની જાહેરાત બાદ વિરોધ કરનારા બે આગેવાનોને શહેર પ્રમુખે કર્યા સસ્પેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2021 05:43 PM (IST)
ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે.
રાજકોટ : ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે. રાજકોટના સિનિયર દાવેદારોમાં આ યાદીના પગલે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ કરી મીડિયાને અંદર આવવા દીધું નહોતું. વિરોધ કરનાર બે આગેવાનોને શહેર પ્રમખ કમલેશ મિરાણીએ સસ્પેન્ડ કર્યા છે. વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નં.17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.