રાજકોટ : આજે વહેલી સવારે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર આવેલી ગૂંદાળા ચોકડી પાસે કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવરાત્રીના પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે લોકોના મોતથી અરેરાટી ફેલાઇ ગઈ છે.
મળતી વિગતો પ્રમાણે આજે સવારે મારુતિ સુઝુકી કાર નંબર જીજે-03-એબી 5461 ને હાઈ-વે પર અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાં મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.