જેતપુરઃ પ્રેમ અને લડાઈમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે. આવાજ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેની પ્રેમિકાના મામાની હત્યા કરી નાખી હતી. બનેલ ઘટના મુજબ પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખીલી રૂપ મામાને પ્રેમી અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા ના મળી પરંતુ જેલના સળિયા જરૂર મળી ગયા હતા. પ્રેમી તેની પ્રેમિકાના મામાની હત્યા માટે હવે જેલમાં છે.

જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોકમાં કાઠી યુવકની હત્યા કરવામાં આવી હતી. બનાવની વિગત મુજબ ગત મોડી રાત્રે બે કાઠી પરિવારો સામસામે પાઇપ ધોકા જેવા હથિયારો સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં એકે દિલુ વાંક નામના કાઠી વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ જેતપુરના સામ કાંઠા વિસ્તારમાં બહાદુરસિંહ નાગભાઇ વાંક અને તેના ભાઈ દિલુ વાંક અને દડુભાઇ વાંક તેના પરિવાર સાથે રહે છે અને તેની સાથે તેની રિસામણે આવેલ બહેન હકુબેનને તેની 19 વર્ષની દીકરી જાનકી પણ સાથે જ રહેતા હતા. જાનકીએ ફરિયાદી અને મરણ જનાર દિલુ નાગભાઇ વાંકની ભાણકી થતી હતી. જાનકી અને તેની માતા છેલ્લા 3 વર્ષ થયા જેતપુર રિસામણે તેના મામાના ઘેર રહેતા હતા. જાનકીની માતા અને પતિકોઈ બાબતે વાંધો પડતા તેવો અહીં જેતપુરમાં તેના મામા ના ઘેર રહેતી હતી.



જાનકીને આ જ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાંકને થઇ હતી. જેને લઇ ને તેવોએ ઉદય શેખવાને સમજાવાનો પ્રયાસ કર્યો હાતો, પરંતુ ઉદય સમજ્યો ના હતો અને ઉદયે કહ્યું હતું કે જાનકીને હું મારી પત્ની બાનવીશ , જેને લઈ ને સમગ્ર માથાકૂટ થઇ હતી.

સાથે જાનકીના માતાને તેના પિતા સાથે સમાધાન થઇ જતા જાનકી અને તેની માતાને તેના સાસરે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે પરત ગયા હતા. જેને લઈને ઉદય ભાણાકુ શેખવાએ જાનકીના મામા બહાદુરસિંહ વાંક અને દિલુ વાંક અને દડુભાઇ વાંકને કહ્યું હતું કે તમે શા માટે જાનકીને તેના પિતા અને ગામ પરત પાછી મોકલી.

આ સમગ્ર ઘટનાના પગલે જાનકીના ધરાર પ્રેમી એવા ઉદય ભાણાકુ શેખવાને ગમ્યું નહતું અને તેણે તેના ભાઈ દિલુ ભાણાકુ શેખવાને ગમ્યું ના હતું અને તેણે તેના સાથીને લઈને મોકાની તલાસમાં હતો. જ્યારે જાનકીના મામા દડુભાઇ અને દિલુભાઈ વાંક ચામુંડા ચોકમાં બેઠા હતા ત્યારે ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા અને બેઝબોલના ધોકા, લોખંડના પાઇપ જાનકીના મામા દડુભાઈ વાંક અને દિલુભાઈ વાંક ઉપર તૂટી પડ્યા હતા ,જેમાં દિલુ વાંક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે તેના ભાઈ દાદુભાઈ વાંક હોસ્પિટલમાં સારવારમાં છે. જેતપુર પોલીસે તાત્કાલિક જાનકીના પ્રેમી ઉદય ભાણકુ શેખવા, ઉદયના ભાઈ દિલુ ભાણકુ શેખવા અને તેના અન્ય બે સાગરીતો ને પકડી પાડ્યા છે અને કાયદેસરની કર્યવાહી શરૂ કરી છે.