Rajkot News:  રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સોપાન હાઈટ્સમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનનું નિપજ્યું મોત થયું છે. સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી સાત વર્ષના દિપેશ ભંડારી અને તેની સગી પાંચ વર્ષની બહેન દિપીક્ષા ભંડારીનું મોત નિપજ્યું છે. સગા ભાઈ-બહેનના મોતથી પરિવારજનોમાં શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સગા ભાઈ બહેનના મોતથી નેપાળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં રમતાં-રમતાં બે માસૂમ ભાઈ-બહેનના ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ઘટનામાં સગા ભાઈ-બહેને જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા એક નેપાળી પરિવારના બે સંતાનો સ્વિમિંગ પૂલ નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક બંને બાળકો પાણીમાં પડી ગયા હતા. સ્વિમિંગ પૂલ ઊંડો હોવાને કારણે 7 વર્ષના માસૂમ પુત્ર દિપેશ ભંડારી અને તેની 5 વર્ષની નાની બહેન દીપિક્ષા ભંડારીનું ડૂબી જવાથી મોત થયું હતું.

બનાવની જાણ થતા જ બિલ્ડિંગમાં કામ કરી રહેલા માતા-પિતા અને અન્ય લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંને માસૂમોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement
Continues below advertisement

સુરતમાં પાણીની ડોલમાં ડૂબી જવાથી માસૂમનું મોત

તો આ તરફ સુરતમાં પાણીની ડોલમાં ડૂબી જવા દોઢ વર્ષની બાળકીનું મોત થયું છે. પલસાણા તાલુકાના કડોદરા નગરમાં આવેલા અમૃતનગરમાં આ ઘટના બની હતી. પિતા બિસ્કિટ લેવા દુકાને ગયા હતા ઘરે પરત આવતા બાળકી હાજર મળી નહીં. પિતાએ શોધખોળ કરતા બાળકી બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી. બાળકીને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.