મોરબીઃ વાંકાનેરમાં બે ST બસ સામસામે ટકરાઈ, બસના કેવા થયા હાલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2019 09:08 AM (IST)
વાંકાનેરના ખેરવા પાસે એસટી બસ સામસામે ટકરાતા 10 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ને ગંભીર ઇજા થતા તેમને રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા છે.
મોરબીઃ વાંકાનેરના ખેરવા પાસે બે એસટી બસ વચ્ચે આજે અકસ્માત સર્જાયો હતો. રોડ પર બંને બસ સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી પાંચ લોકોને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ સામસામે ટકરાતા રોડ બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી.