મોરબી: સોખડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બેના મોત થયા છે.બે યુવાનો રાજકોટથી બેંકના કામ સબબ મોરબીના સોખડા આવી રહ્યા હતા. સોખડા ગામ નજીક ટ્રકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોને કચડીને ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. મૃતકો નામ અમિત વિજયભાઈ જોશી અને જીગ્નેશભાઈ સુરેશભાઈ ગાંધી હોવાની માહિતી સામે આવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ નર્મદા, ભરૂચ,તાપી,ગીર સોમનાથ,જૂનાગઢ,દીવ,દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માછીમરોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1687960850640Wrapper" class="avp-floating-container avp-p-wrapper" tabindex="0">
સાંજે 4 વાગ્યા સુધી વરસાદના આંકડા
પલસાણા 4 ઈંચ
માંડવી (સુરત) 3 ઈંચ
વિસાવદર 3 ઈંચ
કુકાવાવ, વડિયા 3 ઈંચ
મહુવા (સુરત) 3 ઈંચ
જૂનાગઢ 3 ઈંચ
જૂનાગઢ શહેર 3 ઈંચ
વલસાડ 3 ઈંચ
વાપી 2 ઈંચ
ભાવનગરમાં છવાયો વરસાદી માહોલ
ઉમરાળા તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલુકાના લીમડા,જળીયા, માંડવા, ઠોડા, હડમતીયા, લાખાવાડ, પીપીળી, ભૂતિયા, રઘોળા સહિતના ગામડામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. જ્યારે બીજી બાજુ ગામના નાના ચેકડેમ, તળાવોમાં પણ નવા નીર આવ્યા છે. સતત ત્રીજા દિવસે ઉમરાળા તાલુકામાં વરસાદનાં મંડાણ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
જુનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જોપીપરા,ઝાંઝરડા,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
તાપીમાં છવાયો વરસાદી માહોલ
વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના સ્ટેશન રોડ,નવા બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
પોરબંદરના વાતાવરણમાં પલટો
થોડા દિવસના આકરા બફારા બાદ આજે સાંજે પોરબંદરમાં વરસાદની પધરામણી થઈ છે. સાંજે 5 વાગ્યાથી વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.