રાજકોટ: શહેરમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. બે અલગ અલગ રમતો રમતા યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. એક યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું તો બીજો યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાથી ઘણા યુવાનો મોતને ભેટી રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.


આ અંગે વિગતે વાત કરીએ તો રેસકોર્સમાં મીત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત થયું. ક્રિકેટ મેચમાં ટેનિસનો દડો વાગ્યો ત્યાર બાદ રનર રાખ્યો અને 22 રન કર્યા. ત્યાર બાદ હાર્ટ ફેઈલ થતા મોતને ભેટ્યો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા પરિવાર અને મીત્રોમાં શોકનો માહોલ છવાયો.


જયારે બીજા કિસ્સાની વાત કરીએ તો ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત  નિપજ્યું હતું.


આ અંગે ડોક્ટરે કહ્યું કે, મારા અભ્યાસકાળમાં શીખવાડવામાં આવતું કે સામાન્ય રીતે માણસને 50 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેક આવતો હોય છે. જીવનશૈલીમાં બદલાવ આવવાને લીધે નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. હાર્ટ એટેકના મુખ્ય પરિબળોમાં હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન જવાબદાર છે. યુવાનોમાં તણાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધ્યું છે જે હાર્ટ એટેકના મુખ્ય કારણો છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવું હોય તો આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ.


ગુજરાતમાં ફરી ક્યારથી પડશે કાતિલ ઠંડી ?


Gujarat Weather Update:  રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં માવઠું થતાં જગતના તાતની માઠી બેઠી છે તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદથી લગ્નમાં ભંગ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે અને હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. હાલ ઉત્તરીય પવનની લહેર છે,  આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.