= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હવામાન વિભાગની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ લુણાવાડા, સંતરામપુર, વીરપુર, બાલાસિનોર, ખાનપુર સહિત તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પડ્યો હતો કમોસમી વરસાદ. આજે સતત બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતામાં પડ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગર્ભવતી મહિલાનું મોત કરેજ તાલુકાના રાણકપુર ગામે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાયી થતા ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રી દરમ્યાન ગર્ભવતી મહિલા, તેનો પતિ અને પુત્ર સુતા હતા તે સમયે દુર્ઘટના ઘટી હતી. જોરદાર પવન આવતા લીમડાનું વૃક્ષ થયું ધરાસાયી થયું હતું. મૃતક ગર્ભવતી મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે રાણકપુર ગામમાં અરેરાટી મચી ગઈ હતી. થરા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધોરાજી પંથકમાં જોવા મળ્યું મેધરાજાનું રૌદ્ર સ્વરુપ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યા જેની સ્થિતિ જોવા મળી છે. ધોરાજી પંથકના અનેક ગામડાઓમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હળવી બની છે તો અમુક ગામડાઓમાં ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી શકે છે. ગઇકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વહેતા જોવા મળ્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટ જીલ્લા ધોધમાર વરસાદ ધોરાજીના કલાણામાં પણ મેઘરાજાએ રુૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કલાણા ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો.
કલાણા ગામમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. કલાણા ગામના ખેતરો, નદી નાળાઓ છલકાઈ ગયા હતા. કલાણા ગામના માર્ગો પર પણ પાણી પાણી જોવા મળ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો મોરબી શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. માળિયામાં પણ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે.
મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, સામેકાંઠે, સાવસર પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છમાં ગત મોડી રાત્રીથી વરસાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મુન્દ્રા,અંજાર,ભુજ ના તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી પશ્ચિમ કચ્છમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધોરાજી તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ ધોરાજી તાલુકાના છેવાડાના છત્રાસા કલાણા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો. સતત ચોથા દિવસે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી. ખેડૂતો અને ગામના આગેવાનોના જણાવ્યા મુજબ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો. પ્રથમ વખત ઉનાળા દરમિયાન નદીઓ અને નાળા બે કાંઠે વહ્યા.. અમુક કલાકો માટે છત્રાસા અને કલાણા ગામના રસ્તાઓ બંધ થયા.