કોરોનાની ઝપેટમાં આવતા સૌરાષ્ટ્ર ભાજપના નેતાનું થયું નિધન, 10 દિવસથી સારવાર હેઠળ હતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2020 08:05 AM (IST)
છેલ્લા 10 દિવસથી તેઓ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં સરવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપ માટે ગીર-સોમનાથ જિલ્લામાંથી કોરોનાને લઇને દુઃખદ સમાચાર આવ્યાં છે. વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. વિજયસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા છેલ્લા 10 દિવસથી તેઓ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં સરવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. પ્રાપ્ત મળતી વિગત અનુસાર વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રીનું કોરોનાના કારણે નિધન થયું હતું. વિજયસિંહ પરમાર તાલુકા ભાજપના મહામંત્રી અને વ્યવસાયે વકીલ હતા. વિજયસિંહ પરમાર વેરાવળ તાલુકાના નવાપરા ગામના વતની હતા. વેરાવળ તાલુકામાં તેમની પકડ મજબૂત હતી. જ્યારે પોતે સેવાભાવી હોવાને લઇને તેઓની લોકોમાં ભારે લોકચાહના હતી.