રાજકોટ: જિલ્લાના જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં કથિત થપ્પડ કાંડની સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ પોસ્ટ મામલે આજે ધારાસભ્ય જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગોંડલ ધારાસભ્યના પુત્રએ જયેશ રાદડીયાના કાકાને ફડાકા માર્યા હોવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી. આ વાયરલ થયેલ પોસ્ટને લઈને જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ વીડિયો જાહેર કરી આ અંગે સ્પષ્ટતા કરી છે.


 



નોંધનિય છે કે, હાલમાં જામકંડોરણા ખાતે ગૌશાળાના લાભાર્થે સપ્તાહ ચાલી રહી છે. જ્યાં જયેશ રાદડિયાના કાકાને થપ્પડ મારવામાં આવી હોવાની પોસ્ટ વાયરલ થતા બન્ને આગેવાનોએ આવી કોઈ ઘટના બની ન હોવાના ખુલ્લાસા કર્યા છે. કોઈ વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારએ ખુલાસો કર્યો છે. જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે - બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ ખુલાસા કર્યા છે. જયેશ રાદડીયા અને જયરાજસિંહ જાડેજાએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.


રાજ્યનો સૌથી પહોળો સિક્સલેન રોડ સૌરાષ્ટ્રના આ શહેરમાં બનશે, 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે
રાજકોટ: રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. હકિકતમાં વાત એમ છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે. 


પહેલા 80 લાખનું ટેન્ડર અને બાદમાં 25 લાખનું, MS યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ
Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી ખાતે છેલ્લા છ મહિનાથી 100થી વધુ એસી બંધ હાલતમાં પડ્યા છે.  એ.સી મેન્ટેનન્સના 5 વર્ષના 80 લાખના કોન્ટ્રાકટની  પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.  જો કે 80 લાખના  કોન્ટ્રાક્ટની રકમ યુનિવર્સિટીને  વધારે લાગતા ટેન્ડર પ્રક્રિયા અટકાવી દેવાઇ. આ અંગે   સેનેટ મેમ્બર દ્વારા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કેમકે યુનિવર્સિટીએ નવું ટેન્ડર 80 લાખની જગ્યાએ 25 લાખમાં બહાર પાડવાનું નક્કી કર્યું છે.