રાજકોટ લોકસભા બેઠકના પરશોતમ રૂપાલા ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદન મુદ્દે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પહેલી વખત  નિવેદન આપ્યું છે. તેઓ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે. 


વિજય રૂપાણીએ શું કહ્યું?


ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મને વિશ્વાસ  છે કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહેશે.પરશોત્તમભાઈએ માગેલી માફીને ક્ષત્રિયો  માફ કરશે.નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે છે. કોંગ્રેસ આ મુદ્દે માત્ર  રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસની મનશાને મતદારો સમજી ચૂક્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નથી નક્કી કરી શકતું, ભાજપ સ્થાપના દિવસના અવસરે આયોજીત કાર્યક્રમમાં તેઓ  ઉપસ્થિત રહ્યાં હતા અને મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે આ વાત કરતા પરષોતમ રૂપાલનું સમર્થન કર્યું છે. ભાજપ સ્થાપના દિવસની વિજય  રૂપાણીએ કાર્યકરોને  શુભેચ્છા પાઠવી હતી.



પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો શું છે મામલો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ;જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે,એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.