શનિવારે 19 સ્પોર્ટ્સમેન સાથે ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ અર્જૂન એવોર્ડ આપવા માટે નોમિનેટ કરાતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે, જ્યારે રવિન્દ્ર જાડેજાના નામની ભલામણ કરવામાં આવી હતી ત્યારે રિવાબાએ કહ્યું હતું કે, આ ખૂબ જ ઉત્સાહિક લાગે છે, તેમનું પ્રદર્શન જોતાં એ માટેનો હકદાર છે. જોકે જાડેજા નોમિનેટ થતાં પત્ની રિવાબા ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હતી.


આગામી અર્જુન એવોર્ડ માટે ગુજરાતમાંથી જામનગર પનોટા પુત્ર અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં આવતાં જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


જામનગરમાં એક ખાનગી કાર્યક્રમમાં પધારેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણે સૌ ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી બાબત છે કે, એક ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં આવ્યું અને તેમણે આ માટે શુભેચ્છા પાઠવી હતી.


તેમજ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, હું અને મારો પરિવાર આ બાબતથી ખુબ જ ખુશ છીએ અને તેમણે મીડિયાના માધ્યમથી રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા સાથે બીજા પણ જે નોમિનેટ હતાં તે બધાંને શુભેચ્છા પાઠવી હતી.