રાજકોટ: બોલીવૂડની અભિનેત્રી અને બ્યૂટી ક્વિન તરીકે ફેમસ કરિશ્મા કપૂર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. કરિશ્મા કપૂર મીડિયાને મળી હતી ત્યારે શહીદ જવાનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

બોલીવુડની અભિનેત્રી કરીશમાં કપૂર રાજકોટની મહેમાન બની હતી. ખાનગી શો રૂમના ઉદઘાટન પ્રસંગે આવેલી કરિશ્મા કપૂરે પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહિદ થયેલા વીર જવાનોને બે મીનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત આતંકી હુમલાને વખોડ્યો હતો અને સરકાર આતંકી વિરૂદ્ધ પગલાં લેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે શહીદોના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.

કરિશ્મા કપૂરની એક ઝલક જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. 90ના દશકમાં કરિશ્માએ અનેક હિટ ફિલ્મો આપી હતી. ખાસ કરીને ગોવિંદા સાથે તેને અનેક ફિલ્મો કરી હતી. જે મોટાભાગની ફિલ્મો સફળ રહી હતી. ત્યારે કરિશ્મા કપૂરનું રાજકોટ એરપોર્ટ પર આગમન થતાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતાં અને તેનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.