રાજકોટ: રાજકોટમાં પરણિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો છે. અલ્કા પરમાર નામની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ સમગ્ર મામલે મૃતકના નાના ભાઈ નયનભાઈ ચૌહાણે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં બહેનના પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ મૃતકના પતિ જસ્મીનભાઇ પરમારની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
પતિને તેમની પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ
પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેમના બહેનના લગ્ન અંદાજે 11 વર્ષ પહેલા જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની દીકરી છે. અંદાજિત એક વર્ષ પૂર્વે મારા બહેને પેટની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન પેટની કોથળી કાઢવામાં આવી હતી. જેથી તેના પતિ જસ્મીનભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી મારી બહેનને તેમના પતિ સાસુ-સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. મૃતક બહેનના પતિને તેમની પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ છે.
અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી ત્રાસ આપતા
પરિણીતાએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો હતો. પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી ત્રાસ આપતા હોવાનો આ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. પરિણીતાના ભાઇએ મૃતકના પતિ સાસુ સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. માલવિયાનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાઓએ પુરની સ્થિતી સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજનો દિવસ સામાન્ય વરસાદ રહેશે. આગામી 10 દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નર્મદા અને સાબરમતી નદી આગામી 10 દિવસોમાં બે કાંઠે વહેતી થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના ધોળકા અને ધંધુકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગોધરા સહિત પંચમહાલના વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડી શકે છે. ચોટીલા પંથકમાં પણ આગામી 10 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ આગામી 10 દિવસની અંદર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આગામી 10 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે.