રાજકોટઃ પક્ષપલટાની ચર્ચા વચ્ચે લલિત વસોયાએ કરી છે સ્પષ્ટતા. લલિત વસોયાએ કહ્યું કે, છેલ્લા 2-3 દિવસથી મારા પક્ષપલટાનાં સમાચાર ચાલી રહ્યા છે. કોંગ્રેસે મને ઘણું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું મારા પર રૂણ છે. મારા પરિવારની પરંપરા રહી છે. વૃદ્ધો મને શિખડાવતા ગયા છે કે કોઈનું રૂણ માથા પર ન રહેવું જોઈએ. કોંગ્રેસનું ઘણું રૂણ છે અને એ રૂણ અદા કરવા માટે મે નવી જવાબદારી લીધી છે. કોંગ્રેસના આ નબળી સ્થિતીની અંદર પાર્ટીના પડખે ઉભો રહેવાનો છું. તમામને ખાતરી આપું છું હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. વહેતા સમાચારને કારણે પાર્ટી પણ અમારા પર શંકા કરે છે.  સમાચારમાં તથ્ય ન હોય તો પહેલા ખરાઈ કરવામાં આવે તેવી વિનંતી છે. તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખાતરી આપું છું કોંગ્રેસની નબળી પરિસ્થીતીમાં હું કોંગ્રેસની સાથે રહેવાનો છું. જ્યાં સુધી કોંગ્રેસનું રૂણ નહી ચુકવુ ત્યાં સુધી હું કોંગ્રેસમાં જ રહેવાનો છું.


લોકસભાની ચૂંટણીના પગલે ગઈકાલે (24 જાન્યુઆરી, 2024)ના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ફરી એકવાર વેલકમ પાર્ટી યોજાઇ,  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં 20થી વધુ નેતા ભાજપમાં જોડાય.  ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કર્યો.  કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કર્યાં.


આ નેતા ભાજપમાં જોડાયા



  • પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપમાં

  • મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપ

  • સાબરકાંઠાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ જોડાયા ભાજપમાં

  • યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ ભાજપમાં જોડાયા

  • ખેરાલુના વિનોદ ચૌધરી જોડાયા ભાજપમાં

  • સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમાર જોડાયા ભાજપમાં

  • સુદાસણાના દિનેશસિંહ પરમાર જોડાયા ભાજપમાં

  • હડોલના નાગજી ઠાકોર ભાજપમાં જોડાયા

  • મહેસાણા જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ મંજુલા ચૌધરી ભાજપમાં જોડાયા

  • AAPના પણ અનેક કાર્યકર્તા, નેતાઓ ભાજપમાં જોડાયા

  • રૂપલબેન પંડ્યા, સોમાભાઈ ભાજપમાં જોડાયા

  • વલસાડના વિનય વાડીવાલા ભાજપમાં જોડાયા

  • કપડવંજના જીગીશા પરમાર ભાજપમાં જોડાયા

  • ખેડાના લક્ષ્મણસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા

  • કપડવંજ વિધાનસભા વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

  • કઠલાલ વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

  • આણંદ જિલ્લાના આગેવાનો પણ જોડાયા ભાજપમાં

  • આણંદના રાકેશ પટેલ, પ્રવિણ સોલંકી ભાજપમાં જોડાયા

  • આણંદના અમિત રબારી,હરેશ પરમાર ભાજપમાં જોડાયા

  • પેટલાદ દિપાલી શાહ, જૈમિની પટેલ ભાજપમાં જોડાયા

  • આણંદ જિલ્લાના પૂર્વ ડે.સરપંચ રાજુ પરમાર ભાજપમાં જોડાયા

  • સુનિલભાઈ સોલંકી, ભરત સોલંકી ભાજપમાં જોડાયા

  • ભરત વાઘેલા, રમેશ પટેલ, વિક્રમસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા