મોરબીઃ ઘુંટુ રોડ પર કારખાના પાસે યુવક જાતે સળગી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું. આ મૃતકનું નામ પ્રવિણસિંહ મંગળસિંહ દરબાર(ઉં.વ.25) હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવકે પ્રેમસંબંધમાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૃતક પ્રવિણસિંહને કારખાનામાં સાથે કામ કરતી પરિણીત યુવતી સાથે પ્રમેસંબંધ હતા. બંને વચ્ચે છેલ્લા એખ વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રવિણસિંહના વ્યસનને લઈને વારંવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ જ કારણે તેમે મૃતક પ્રવિણસિંહ સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા.

પ્રેમીકાએ સંબંધો તોડી નાંખતા પ્રવિણસિંહને લાગી આવ્યું હતું અને મોરબીના જૂના ઘુંટુ રોડ પર ટોરેન્ટો સિરામીકના ગેટ પાસે પ્રવિણસિંહ જ્વલનશીલ પ્રવાહી શરીર પર છાંટીને જાતને આગ ચાંપી દીધી હતી. જેમાં તેમનું મોત થયું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.