Rajouri Encounter: બુધવારે (22 નવેમ્બર) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત મોરચા દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલું એન્કાઉન્ટર હજું પણ  ચાલુ છે.




સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે બે આતંકવાદીઓ ફસાયા હોવાના અહેવાલ છે.