Maulana Mahmood Asad Madani On PM Modi: રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને લઈને વિરોધના સૂર સંભળાઇ રહ્યાં છે. આ સંબંધમાં મુસ્લિમોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદના ચીફ મૌલાના મહમૂદ અસદ મદનીએ એક નિવેદન જાહેર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કે, દેશના વડાપ્રધાનને કોઈ મંદિર કે કોઈ પૂજા સ્થળના શિલાન્યાસ માટે ન જવું જોઈએ.
તેમણે કહ્યું, “કહેવાય છે કે, અયોધ્યામાં મસ્જિદ બની રહી છે, આપણા વડાપ્રધાન શું ત્યાં જઈને તેનું ઉદ્ઘાટન કરશે?. અમે બે વાત કહેવા માંગીએ છીએ - પ્રથમ, અમે અયોધ્યા પર કોર્ટના નિર્ણયને યોગ્ય માનતા નથી. અમે માનીએ છીએ કે તે નિર્ણય ખોટા આધારો અને ખોટા વાતાવરણમાં લેવામાં આવ્યો હતો.
મૌલાના મહમૂદ મદનીએ કહ્યું, “બીજું, દેશના વઝીર આઝમે કોઈ મંદિર અથવા કોઈપણ પૂજા સ્થળના શિલાન્યાસમાં ન જવું જોઈએ. તમારે આનાથી તમારી જાતને દૂર રાખવી જોઈએ. આ જનતાની વાત છે. હું જમીયતના લોકોને કહેવા માંગુ છું કે જો તેઓ આવા કાર્યક્રમમાં કોઈપણ રીતે ભાગ લેશે તો મૌખિક જ ભલે પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિરના અભિષેક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. રામ લલ્લાના અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં થશે. આમંત્રણ મળતાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે. તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને આ તેમનું સૌભાગ્ય છે કે, તેઓ તેમના જીવનકાળમાં આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે.
ઘણા વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને કાર્યક્રમમાં આમંત્રણ આપવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. કેટલાક વિપક્ષી નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે, આ કાર્યક્રમમાં પીએમ મોદીની શું જરૂર છે.
આ પણ વાંચો
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?
રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ લાલધુમ, પ્રશાસનને સાત દિવસનો સમય આપ્યો
ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા, IDFએ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર