Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ પહેલા વૈદિક રિવાજો મુજબ વિધિઓ શરૂ કરવામાં આવી છે. બુધવારે રામ લાલાની મૂર્તિને મંદિર પરિસરમાં લઈ જવામાં આવી હતી. આ પહેલા રામ લાલાની પ્રતિકાત્મક મૂર્તિને સમગ્ર કેમ્પસની આસપાસ લઈ જવામાં આવી હતી. 18મી જાન્યુઆરી એટલે કે ગુરુવારે રામ લાલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામ લલ્લાનું આસન 3.4 ફૂટ ઊંચુ બનાવવામાં આવી છે, જેમાં મકરાનાના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામ લાલાના મંદિરમાં ગર્ભગૃહ હશે જેમાં કુલ 5 મંડપ બનાવવામાં આવ્યા છે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. પહેલા માળે હજુ થોડું કામ કરવાનું બાકી છે, અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞ, હવન અને અનુષ્ઠાન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે શુભ મૂહૂર્ત હશે. 16 જાન્યુઆરીથી પૂજા પદ્ધતિ શરૂ કરી દેવામાં આવી છે.
રામ મંદિર માટે આસ્થા ટ્રેનનું સંચાલન
ભારતીય રેલ્વેએ અયોધ્યા માટે લગભગ 200 આસ્થા ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. આ ટ્રેનો એટલા માટે ચલાવવામાં આવશે કારણ કે મંદિરના અભિષેક કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. તે જ સમયે, ગુરુવારથી અયોધ્યામાં 200 ઇલેક્ટ્રિક બસોનું સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે. ઈ-રિક્ષા શરૂ થઈ ગઈ છે.
PM મોદીની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 11 દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા છે, જેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. પીએમ મોદીએ રામ લાલાના મંદિર પરિસરમાં પ્રવેશ પર ખુશી વ્યક્ત કરી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમ માટે દેશ અને દુનિયામાંથી 7,000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ કાર્યક્રમ 18થી 22 જાન્યુઆરી
8 જાન્યુઆરી- આ દિવસથી અભિષેકની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી- રામ મંદિરમાં યજ્ઞ કુંડની સ્થાપના કરવામાં આવશે. બાદ અગ્નિ પૂજા થશે અને વિધિવત અગ્નિ પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.
21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી દિવ્ય સ્નાન કરાશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.