Reliance Jio Server Down: મુંકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું સર્વર 17 સપ્ટેમ્બર 2024 એટલે કે આજે સવારે અચાનક જ ડાઉન થઈ ગયું છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે. ખાસ કરીને મુંબઈમાં Jio નેટવર્ક સર્વર ડાઉન છે.


સિમ અને બ્રોડબેન્ડ - બંને સેવાઓ બંધ


સોશિયલ મીડિયા પર, મુંબઈમાં Jioના સિમ અથવા બ્રોડબેન્ડ સેવાનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓએ માહિતી આપી છે કે, તેઓ મોબાઈલ નેટવર્ક અને એરફાઈબર સેવાનો ઉપયોગ કરી શકતા નથી. તેના સિમમાં નેટવર્ક દેખાતું નથી કે એરફાઈબર સર્વિસ પણ કામ કરી રહી નથી.


સવારે 11.30 વાગ્યાથી 10,000 થી વધુ લોકોએ ડાઉનડિટેક્ટર પર Jio સર્વર ડાઉન હોવાની જાણ કરી છે. બીજી બાજુ, Jiodown એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.


સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?


Jio અને અન્ય ટેલિકોમ યુઝર્સે પણ Reliance Jio અને આ કંપનીના માલિક મુકેશ અંબાણીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો કંપનીની મજાક ઉડાવી રહ્યા છે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે લોકો X પર કંપની વિશે શું વાત કરી રહ્યા છે:


 






આ પોસ્ટમાં એક યુઝરે પોતાનું Jio નેટવર્ક સ્ટેટસ બતાવ્યું અને લખ્યું, "મુંબઈના લોકો, કૃપા કરીને તમારા Jio નેટવર્કનું સ્ટેટસ અપડેટ કરો."






એક યુઝર્સે લખ્યું કે, “ જ્યારે તમારા મોબાઇલમાં બંને સીમ જિયોના હોય ત્યારે”






-


આ પોસ્ટમાં, યુઝરે લખ્યું છે કે, "મુંબઈમાં એક મોટું સર્વર આઉટેજ જોવા મળ્યું છે, કદાચ અન્ય સ્થળોએ પણ આવું બન્યું હશે. શું થઈ રહ્યું છે? Jio એપ પણ કામ નથી કરી રહી  પરંતુ આ વિશે કંપનીએ હજુ સુધી કોઇ ખુલાસો સોશિયલ મીડિયા દ્રારા પણ નથી કર્યો."


-






એક યુઝર્સે લખ્યું કે,  “આખી મુંબઇમાં જિયોનું સર્વર ડાઉન થયું છે, ખરેખર આ શું થઇ રહ્યું છે”


 






એક યુઝરે લખ્યું કે, “ મુકેશ અંબાણી નારાજ છે”


આ પોસ્ટમાં, એક યુઝરે લખ્યું છે કે, "મારું Jio Air Fiber એકાઉન્ટ એપથી અચાનક અદ્રશ્ય થઈ ગયું છે અને Jio TV+ પણ કામ કરી રહ્યું નથી."


આ પોસ્ટમાં એક યુઝરે લખ્યું છે કે, " માણસ શું કરે જ્યારે તમારી પાસે Jio SIM હોય અને તમારા Wi-Fi પાસે Jio Fiber કનેક્શન પણ હોય."


એક યુઝરે         Jioના નેટવર્કની તુલના તેના Vi (Vodafone-Idea)ના વર્કિંગ નેટવર્ક સાથે કરી છે.


આ પોસ્ટમાં એક યુઝરે લખ્યું છે કે, "અંબાણી જીના લગ્નનો ખર્ચ વધુ પડતો થઈ ગયો છે."


સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરતી વખતે કેટલાક લોકોએ લખ્યું છે કે, Jioના IDC એટલે કે ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેના કારણે નેટવર્ક ડાઉન થઈ ગયું છે. જો કે, અત્યાર સુધી રિલાયન્સ જિયો તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે માહિતી આપવામાં આવી નથી કે,શા માટે Jioનું સર્વર ડાઉન છે અને તે  ક્યારે ઠીક કરવામાં આવશે.