Delhi Excise Policy Case:શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેમને  દિલ્લી એક્સાઇસ પોલીસ કેસમાં  જામીન મળી ગયા. રાઉઝ એવન્યુ કોર્ટે બંને પક્ષકારોને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું કે, ED દ્વારા સંપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. તેમને આપવી જોઈએ. કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન માટે રૂ. 15,000ના જામીન બોન્ડ ભરવા જણાવ્યું હતું.


રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમ કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા હતા.  દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આઠ વખત સમન્સ જારી કર્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ કેજરીવાલ એકવખત પણ હાજર  ન હતા રહ્યાં.






સતત પાંચ સમન્સ બાદ પણ સીએમ કેજરીવાલ  ઇડીની પૂછપરછમાં સામેલ ન થતાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બજેટ સત્ર અને દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાને કારણે તે વર્ચ્યુઅલી   કોર્ટમાં હાજર થયા હતા હતો. બાદ આજે કોર્ટમાં તેમને હાજર રહેવા આદેશ અપાયા હતા.


શું છે સમગ્ર નવી લિકર પોલીસનો મામલો


2021 માં, AAP સરકાર દ્વારા  દારૂના ઉત્પાદનોની શુલ્ક નીતિમાં ફેરફાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમા દારૂ પીવાની વય 25થી ઘટાડીને 21 કરવામાં આવી હતી. તેમજ સરકારી માલિકીની દારૂની દુકાનો બંધ કરીને પ્રાઇવેટ સ્ટોર અને બારમાં દારૂ વેચવા માટે  લાઇસન્સ આપવા સહિતના રાત્રે 3 વાગ્યા સુધી દારૂના વેચાણને મંજૂરી સહિતના  મુદ્દા સામેલ હતા.


નવી નીતિ લાગૂ થયા બાદ  ખાનગી દુકાનોમાં  દારૂની દુકાનોમાં વેચાણમાં વધારો જોવા મળ્યો હતો અને દિલ્હી સરકારના કલેકશનમાં 27 ટકાનો વધારો કરવાનો દાવો કર્યો હતો. દિલ્હીમાં વિપક્ષી પાર્ટી ભાજપે કેજરીવાલ સરકારની નવી દારૂની નીતિની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો. દિલ્લી સરકાર દારૂ કલ્ચરને બૂસ્ટ કરી રહી છે.


દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે જુલાઈ 2022માં એક રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે નવી દારૂની નીતિમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકારની દારૂની નીતિએ વિક્રેતાઓને "અનુચિત લાભ" આપ્યો. મુખ્ય સચિવે કોરોના મહામારી દરમિયાન દારૂના લાયસન્સ ફીમાં 144 કરોડ રૂપિયાની છૂટ આપવાની વાત પણ કરી હતી.


 


દિલ્હીના મુખ્ય સચિવના રિપોર્ટ બાદ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સીબીઆઈને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું. આ પછી આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. જ્યારે કેજરીવાલ સરકારે તમામ આરોપોને ફગાવી દીધા હતા. આ પછી તરત જ દિલ્હી સરકારે નવી દારૂની નીતિ પાછી ખેંચી લીધી. જેના કારણે 400થી વધુ નવા ખુલેલા સ્ટોર્સ બંધ થઈ ગયા હતા. નવી નીતિ લાગુ થઈ ત્યાં સુધીમાં, સરકારે દારૂના વેચાણ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું.