આસામ સરકાર ફરી એકવાર 58 વર્ષ જૂના કાયદાનો કડક અમલ કરવા જઈ રહી છે. જે બાદ રાજ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી પરવાનગી વગર ફરીથી લગ્ન કરી શકશે નહીં. બીજા લગ્ન માટે સરકારની પરવાનગી લેવી પડશે.


બીજા લગ્ન પર પ્રતિબંધ રહેશે


બાળ લગ્ન પર કડક કાર્યવાહી કર્યા બાદ હવે આસામ સરકારે બહુપત્નીત્વ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ માટે, રાજ્ય સરકારના કર્મચારી વિભાગ દ્વારા જાહેર કરાયેલ મેમોરેન્ડમમાં, આસામ સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, 1965 ના નિયમ 26 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર બીજી વખત લગ્ન કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેને દુષ્કર્મ ગણવામાં આવશે.


આ મામલે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર કોઈ નવું કામ કરવા જઈ રહી નથી. આ સરકારનો જૂનો પરિપત્ર છે, જેનો હવે કડક અમલ કરવામાં આવશે. દરમિયાન, તેમણે કોઈ ચોક્કસ ધર્મનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, જો કોઈ ચોક્કસ ધર્મ બીજા લગ્નની મંજૂરી આપે તો પણ પરિપત્ર હેઠળ કર્મચારી રાજ્ય સરકારની પરવાનગી લેવા બંધાયેલા રહેશે.                                                                                                                                    


આ પણ વાંચો


Sharad Purnima 2023:પ્રધાનમંત્રી મોદી લિખિત 'માડી' ગરબા પર સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, 1 લાખ ખૈલેયા ઘૂમશે ગરબે


Heart Attack Death : રાજકોટમાં વધુ 2 હૃદય ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત,2 આશાસ્પદ યુવકોના મોત


Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ ગુમાવી જિંદગી


Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર