Hathras Stampede Accident:પ્રશાસને હાથરસના સત્સંગમાં 80 હજાર લોકોને ભાગ લેવાની મંજૂરી આપી હતી. આયોજકોએ પરવાનગી કરતાં વધુ લોકોને ભેગા થવા દીધા. આ કારણે જ્યારે નાસભાગ મચી ગઈ ત્યારે વહીવટીતંત્ર ભીડને કાબૂમાં કરી શક્યું ન હતું.
હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં 116 લોકોના મોત થયા છે અને આ મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. હવે આ ઘટના અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાં હાજર ભક્તોએ બાબાની પૂજા કરવાની અને તેમના ચરણ સ્પર્શ તક આપવામાં આવી અને બાબા ઉભા થઇને લોકો વચ્ચે આવ્યા ત્યાર બાબાના ચરણ સ્પર્શ કરવા અને ચરણ રજ લેવા માટે લોકો ઉભા થઇ ગઇ અને બાબા તરફ એકસાથે ધસી ગયા સમયે ભીડ બેકાબૂ બની અને લોકો એક બીજા પર પડવા લાગ્યા દોડધામમાં કેટલાક લોકો લોકોની નીચે કચડાયા. જેમાં 116 લોકોના મોત થયા.
મુખ્ય સચિવે 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો
આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે ADG અને કમિશનરને 24 કલાકમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનાની જાણકારી મળતા જ મુખ્ય સચિવ અને ડીજીપી પ્રશાંત કુમાર ઘાયલોને મળવા પહોંચ્યા હતા. આ પછી બંને અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.
આયોજકોએ શરતનું પાલન કર્યું ન હતું
આ દુર્ઘટનાને લઈને અત્યાર સુધી થયેલી તપાસ મુજબ એસડીએમએ આ સત્સંગના આયોજકોને શરતી પરવાનગી આપી હતી. પરંતુ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આયોજકોએ વહીવટીતંત્ર દ્વારા મુકેલી શરતોને સ્વીકારી ન હતી. અમે આયોજકો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. મુખ્ય સચિવે કહ્યું કે હાલમાં અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઘાયલોને યોગ્ય અને સારી સારવાર મળે.
વળતરની જાહેરાત કરવામાં આવી છે
આ અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે વળતરની પણ જાહેરાત કરી છે. સરકારે આ ઘટનામાં જીવ ગુમાવનારાઓને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. સમાન રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે