અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જાણીતા રોડ સહિત કુલ 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી દુકાનો સહિતના તમામ કોમર્શિયલ એકમો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પશ્ચિમના કેટલાંક રોડ ઉપર યુવાનો કોઈપણ નિયમોનું પાલન કરી રહ્યાં નથી અને રાતના સમયે જ ચોક્કસ વિસ્તારોમાં ભારે ભીડ જામી રહી હોવાથી સંક્રમણનો ખતરો વધી રહ્યો હતો. આ કારણે આ તમામ વિસ્તારોની કોર્ર્મિશયલ પ્રવૃતિ રાતે 10થી સવારના 6 વાગ્યા સુધી બંધ કરી દેવાઇ હતી. હવે દિવાળીના તહેવારો આવી રહ્યાં છે જેથી રાતે 10 વાગે દુકાનો બંધ રાખવાના નિર્ણયથી વેપારીઓને નુકશાન થઇ રહ્યું છે. આ કારણે તહેવારોમાં ખરીદી માટે દુકાનો 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
આ વિસ્તારોમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.
૧. પ્રહલાદનગર રોડ
૨. YMCAથી કાકેદા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
૩. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
૪. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
૫. એસજી હાઇવે
૬. ઇસ્કોન ક્રોસ રોડ
૭. સિંધુભવન રોડ
૮. બોપલ-આંબલી રોડ
૯. ઇસ્કોનથી આંબલી બોપલ રોડ
૧૦. ઇસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
૧૧. સાયન્સ સિટી રોડ
૧૨. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી ૨૦૦ ફૂટના એસપી રિંગ રોડ ઉપર
૧૩. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ૨૦૦ ફૂટના એસપી રિંગ રોડ ઉપર
૧૪. સીજી રોડ
૧૫. લો-ગાર્ડન (ચાર રસ્તા, હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિ.માર્કેટ, પંચવટી સર્કલ)
૧૬. વસ્ત્રાપુર ગાર્ડનની ફરતે
૧૭. માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ
૧૮. ડ્રાઇવ-ઇન રોડ
૧૯. ઓનેસ્ટથી શ્યામલ સર્કલ (પ્રહલાદનગર ૧૦૦ ફૂટ રોડ)
૨૦. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
૨૧. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
૨૨.આઇઆઇએમ રોડ
૨૩. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ)
૨૪. રોયલ અકબર ટાવર પાસે
૨૫. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
૨૬. સરખેજ રોજા, કેડિલા સર્કલ, શાંતિપુરા ક્રોસ રોડ
૨૭. સાણંદ ક્રોસ રોડ, શાંતિપુરા ક્રોસ રોડ