નવી દિલ્હીઃ આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ભૂમિ પૂજન કરવાના કરવાના છે. ત્યારે દેશભરમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં દાન કરનારા માટે ઈનકમ ટેક્સમાં છૂટ અપાશે. આ છૂટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આપવાથી મળશે.
મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટની મદદથી તમામ દાન લેવામાં આવી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેક્સમાંથી છૂટ આપવાનું નક્કી કર્યું છે. રામ મંદિર માટે ટ્રસ્ટમાં દાન કરનાર વ્યક્તિને 50 ટકા સુધીનું ટેક્સ ડિડક્શન અપાશે. ટ્રસ્ટની આવકને પહેલાંથી જ ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 11 અને 12ના આધારે છૂટ અપાઇ છે.આ છૂટ અન્ય નક્કી ધાર્મિક ટ્રસ્ટોના જેવી જ છે.
જોકે, દાન આપનાર માટેરસીદ લેવી ફરજિયાત રહેશે. આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, પાન નંબર, દાન આપનારનું નામ, દાનની રકમ હોવી જરૂરી છે. જેના આધારે જે તે વ્યક્તિને ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. નાણામંત્રાલય અનુસાર આ નિયમ ઈનકમ ટેક્સ નિયમ 1961ની કલમ 80 જીના આધારે લેવાયો છે.આ નિયમમાં કોઈ પણ વ્યક્તિ, એચયૂએફ કે કંપની કોઈ ફંડ કે ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવેલા દાન પર ટેક્સ છૂટ લઈ શકે છે. દાન કરવામાં શરતોનું ધ્યાન રાખવાનું રહેશે. આ યોગદાન ચેક, કેશ બંને રીતે કરી શકાશે.