Hathras Stampede: હાથરસ દુર્ઘટનામાં SITનો મોટો ખુલાસો, 121 મોતના જવાબદારનું સત્ય આવ્યું સામે

Hathras Stampede: પોલીસે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની હાથરસમાં ધરપકડ કરી છે. એસઆઈટીએ આ અકસ્માત અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. જેમાં ઘટના અંગે અનેક લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

Continues below advertisement

Hathras Stampede: 2 જુલાઈના રોજ હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. હાથરસ નાસભાગ કેસમાં રચાયેલી SITએ પોતાનો રિપોર્ટ આપ્યો છે. એસઆઈટીએ ડીએમ હાથરસ આશિષ કુમાર અને એસપી નિપુન અગ્રવાલ, એસડીએમ અને સીઓ સિકન્દ્રા રાવના નિવેદનો પણ રેકોર્ડ કર્યા, જેમણે સત્સંગ માટે પરવાનગી આપી હતી , તેમજ એ પોલીસ કર્મીના નિવેદન પણ લીધા છે જે  સત્સંગ દરમિયાન  ફરજ પર હતા.                                                                             

Continues below advertisement

સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઘાયલ ભક્તોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ પરવાનગી કરતાં વધુ લોકોને બોલાવવા, પૂરતી વ્યવસ્થા ન કરવા તેમજ પરવાનગી આપવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ ન કરવા માટે ઘટનાને જવાબદાર ગણાવી છે.

મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ

પોલીસે મુખ્ય આરોપી અને કાર્યક્રમના આયોજક દેવ પ્રકાશ મધુકર અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. હાથરસમાં નાસભાગની ઘટનાના મામલામાં હાથરસના એસપી નિપુણ અગ્રવાલે કહ્યું, 'મુખ્ય આરોપી અને ઈવેન્ટના આયોજક દેવ પ્રકાશ મધુકર અને અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ટીમ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.

અકસ્માત અંગે ભોલે બાબાએ શું કહ્યું?

 હાથરસ નાસભાગની ઘટના પર મીડિયા સાથે વાત કરતા સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'એ કહ્યું હતું કે, 2 જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. ભગવાન આપણને આ દુ:ખની ઘડીમાંથી બહાર આવવાની શક્તિ આપે. તમામ સરકાર અને વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે જેઓ જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. મેં મારા વકીલ એ.પી.ની સલાહ લીધી.એપી  સિંહે  માધ્યમ સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને તેમની  મદદ કરવાની સલાહ આપી છે.                               

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola