Sperm Count Study:હ્યુમન રિપ્રોડક્શન અપડેટ જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 1973 અને 2018 વચ્ચે સરેરાશ શુક્રાણુઓની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે સરેરાશ માનવ શુક્રાણુઓની સંખ્યામાં 51.6 ટકાનો ઘટાડો થયો છે.


વિવિધ કારણોસર પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં સતત ઘટી રહી છે. હ્યુમન રિપ્રોડક્શન અપડેટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં જબરદસ્ત ઘટાડો થયો છે. 1973 અને 2018 વચ્ચે કરવામાં આવેલા અભ્યાસને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. છમાંથી એક બાળક સાયબર બુલુઇંગનો શિકાર બને છે: WHO.


હ્યુમન રિપ્રોડક્શન અપડેટ જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1973 અને 2018 વચ્ચે સરેરાશ શુક્રાણુઓની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સરેરાશ માનવ શુક્રાણુઓની સંખ્યામાં 51.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કુલ શુક્રાણુઓની સંખ્યામાં 62.3 ટકાનો ઘટાડો થયો છે.                                                                                         


 


આ અભ્યાસ 53 દેશોના 57,000 પુરુષો પર કરવામાં આવ્યો હતો






સંશોધનકારોએ 1973 અને 2018 વચ્ચે પ્રકાશિત થયેલા 223 પેપરનું વિશ્લેષણ કર્યા પછી જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 53 દેશોના 57,000 પુરૂષોના શુક્રાણુઓના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.


ઉચ્ચ તાપમાન શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે


અન્ય એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, 30 ડિગ્રીથી વધુ તાપમાનના સંપર્કમાં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે છે, જે ચિંતા ઉભી કરે છે કે, ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વમાં પ્રજનન દરને અસર કરી શકે છે. સિંગાપોરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, ગરમીના સંપર્કમાં આવવાને કારણે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી છે.