કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબો રવિવારે ચર્ચ-ઇસ્ટર પ્રાર્થનાસભા દરમિયાન ધ્રૂજી ઉઠ્યુ. શ્રીલંકામાં ત્રમ ત્રણ ચર્ચ અને ત્રણ હૉટલો સહિત 6 જગ્યાઓ પર ધમાકા થયા, જેમાં 500થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. વળી, સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયલ બ્લાસ્ટમાં મરનારાની સંખ્યા 187થી પણ વધુ છે. હાલમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, કેમકે ઇસ્ટરના કારણે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

ધમાકો તે સમયે થયો જ્યારે ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થનાસભા ચાલી રહી હતી, શ્રીલંકાન રિપોર્ટ્સ અનુસાર બટ્ટિકલોબા, નૈગોંબો, કોલંબોના ચર્ચ અને હૉટલ શાંગરી લા સહિત 6 જગ્યાએ બ્લાસ્ટ થયો હતો. જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા, અને મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તેના કેટલાક સીન અહીં બતાવવામાં આવ્યા છે.