નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં સનરાઝઇર્સ હૈદરાબાદ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદે તેના શાનદાર બેટ્સમન જોની બેયરસ્ટો વગર જ આગળની મંજીલ કાપવી પડશે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ કેમ્પમાં સામેલ થવા બેયરસ્ટો સ્વદેશ પરત ફરવું પડશે.
બેયરસ્ટો 23 એપ્રિલ સુધી જ આઈપીએલમાં હૈદરાબાદ વતી રમશે. તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ આ સિઝનમાં પોતાની અંતિમ મેચ રમશે. તે રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ રમાનારા મેચમાં પણ ટીમમાં રહેશે.
કોલકત્તા વિરૂદ્ધ રમાનારી મેચ પહેલા બેયરસ્ટોએ જણાવ્યું હતું કે, અમે 23 એપ્રેલિ ચેન્નઈ વિરૂદ્ધ મેચ રમીને પરત ફરી જશું ત્યાર બાદ અમારો વિશ્વ કપ કેમ્પ શરૂ થશે. ત્યારબાદ અમે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મેચોની વન-ડે સિરીઝ અને બે પ્રેક્ટિસ મેચમાં અમારો સામનો અફગાનિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ સિઝનમાં હૈદરાબાદ માટે ઈંગ્લેન્ડના બેટ્સમેને દમદાર બેટિંગ કરતા આઠ મેચોમાં 52.14ની એવરેજથી કુલ 365 રન બનાવ્યા છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબર પર છે. બેયરસ્ટોએ કહ્યું હતું કે, અત્યાર સુધી ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ થવું સારૂ રહ્યું. મને રન બનાવીને અને ટીમમાં મારૂ યોગદાન આપીને ખુબ આનંદની લાગણી થઈ રહી છે.
સનરાઝઇર્સ હૈદરાબાદનો આ ખેલાડી અધવચ્ચેથી IPL છોડીને જતો રહેશે, જાણો કેમ
abpasmita.in
Updated at:
21 Apr 2019 12:56 PM (IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં સનરાઝઇર્સ હૈદરાબાદ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદે તેના શાનદાર બેટ્સમન જોની બેયરસ્ટો વગર જ આગળની મંજીલ કાપવી પડશે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ કેમ્પમાં સામેલ થવા બેયરસ્ટો સ્વદેશ પરત ફરવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -