SSC Result 2023: આજે ગુજરાતમાં સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડ - SSCએ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધુ છે. આજે આ પરિણામ વિદ્યાર્થીઓ ઓનલાઇન ચેક કરી શકે છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પરથી પરિણામ જોઇ શકાશે. વિદ્યાર્થીઓ બેઠક નંબર નાંખીને પોતાનું પરિણામ gseb.org પર ઓનલાઈન ચેક કરી કરી શકે છે. પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે. ધોરણ 10ના સાડા નવ લાખ વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાણી શકાશે.


કચ્છ જિલ્લાનું પરિણામ - 
આ બધાની વચ્ચે કચ્છ જિલ્લાના પરિઆમે બધાને ચોંકાવ્યા છે, કચ્છામાં ધોરણ 10નું પરિણામ 68.71 ટકા આવ્યુ છે. જિલ્લામાં 109 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે કચ્છમાં 7 ટકા ઊંચું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યનું 64.62 ટકા જેટલુ પરિણામ જાહેર થયુ છે. 


વૉટ્સએપ પરથી પણ જાણી શકાશે પરિણામ- 
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વૉટ્સએપ મારફતે પણ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.


આ રીતે તમે પરિણામ ચેક કરી શકશો - 
સ્ટેપ-1:  સૌ પ્રથમ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ
સ્ટેપ-2: તે પછી હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: બાદમાં વિદ્યાર્થીઓના લોગિન ક્રેડિશિયલ દાખલ કરો
સ્ટેપ-4 : હવે વિદ્યાર્થીનું પરિણામ તેમના કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાશે
સ્ટેપ-4: તે પછી વિદ્યાર્થી પરિણામ ડાઉનલોડ કરો
સ્ટેપ-5: અંતે વિદ્યાર્થીઓ પરિણામની હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લઇ લે.


ધોરણ 10ની પરીક્ષાઓ 14 માર્ચ, 2023 થી 28 માર્ચ, 2023 સુધી યોજાઈ હતી. ગુજરાત SSC પરીક્ષા 2023 માટે 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શાળાઓમાંથી પોતાની માર્કશીટ લેવાની રહેશે.


વિદ્યાર્થીનીઓએ મારી બાજી
ગુજરાત બોર્ડનું ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.


ધોરણ 10નું 64.62 ટકા પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ  95.92 ટકા આવ્યું છે.  જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.  


આટલા હજાર વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-1 ગ્રેડ
ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. 44 હજાર 480 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. તો 86 હજાર 611 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 27 હજાર 652 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 39 હજાર 248 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ મેળવ્યો હતો. 67 હજાર 373 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો હતો. ત્રણ હજાર 412 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો.


272 શાળાઓનું 100 ટકા પરિણામ
રાજ્યની 272 શાળાઓનું ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 100 ટકા આવ્યું છે. એક હજાર 84 શાળાઓનું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે.


મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા
ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 9.50 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.


 


Education Loan Information:

Calculate Education Loan EMI