Indian Premier League, LSG vs MI: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની એલિમિનેટર મેચમાં 81 રનથી એકતરફી હાર મળી હતી. આ સાથે જ આ સીઝનમાં લખનઉની સફરનો પણ અંત આવ્યો. 183 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનઉએ એક તબક્કે 2 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. આ પછી ટીમ 101 રનમાં સમેટાઈ ગઈ હતી. 32 રનની અંદર ટીમે તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી.
એલિમિનેટર મેચમાં હાર બાદ લખનઉ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. તેણે મેચ બાદ કહ્યું કે આ મેચમાં એક સમયે અમે ઘણી સારી સ્થિતિમાં હતા. પરંતુ અચાનક અમારા માટે બધુ ખૂબ જ ઝડપથી બદલાયુ હતું. હું ખોટો શોટ રમ્યો હતો. અમારે વધુ સારી રમત બતાવવી જોઈતી હતી. હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. આ પિચ પર બોલ બેટ પર ખૂબ સારી રીતે આવી રહ્યો હતો. અમારે માત્ર વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી.
કૃણાલ પંડ્યાએ વધુમાં કહ્યું કે ક્વિન્ટન ડી કોક સારો ખેલાડી છે. પરંતુ કાયલ માયર્સનો અહીં સારો રેકોર્ડ છે. તેથી જ અમે તેને આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં મુંબઈના બેટ્સમેનોએ ઘણી સારુ પ્રદર્શન કર્યું અને તેમના ઝડપી બોલરોએ પણ ઘણી સારી બોલિંગ કરી હતી.
મુંબઈ હવે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત સામે ટકરાશે
મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને બીજી ક્વોલિફાયર મેચમાં સ્થાન મેળવ્યું છે. હવે તેને 26મી મેના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમવાનું છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાતને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
LSG vs MI Match Highlights: લખનઉને હરાવીને બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું મુંબઈ,આકાશ મધવાલની ઘાતક બોલિંગ
IPL 2023 Eliminator LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. લખનૌની ટીમ હાર સાથે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ્સ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ.
માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આગળ ગયો હતો. નિક્લસ ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો.