Alert:આ યુવકને મોમોઝ ખાવા ખૂબ જ ભારે પડ્યાં, મોમોઝે તેનો જીવ લીધો. આખરે શું છે સમગ્ર ઘટના જાણીએ


જો આપ મોમોઝ ખાવાના શોખીન હો અને ભરપેટ મોમોઝ ખાતા હો તો આ કિસ્સો આપના માટે લાલબતી સમાન છે. બિહરના ગોપાલગંજ વિસ્તારમાં યુવકે મોમોઝ ખાધા આ બાદ તેનું મોત થઇ ગયું આ યુવકે મોમોઝ ખાવાની ચેલેન્જ લીધી હતી અને 150 મોમોઝ ખાધા હતા. જો કે આ સાહસ તેનું બહું મોંઘું પડ્યું કારણ કે તેની કિંમત તેમને જિંદગીથી ચૂકવવી પડી મોમોઝ ખાધા બાદ જ યુવકનું મોત થઇ ગયું.


બિહારના ગોપાલગંજમાં મોમોઝ ખાવાની ચેલેન્જ ઉઠાવવી એક યુવકને મોંઘી પડી. મોબાઈલ શોપ ચલાવતો યુવક તેના મિત્રો સાથે મોમોઝ ખાવા ગયો હતો. જ્યાં તેણે ચેલેન્જમાં 150 મોમો ખાધા હતા. આ પછી તેના બધા મિત્રો ચાલ્યા ગયા અને તે પણ તેની દુકાન પર પાછો ફર્યો, પરંતુ થોડા સમય પછી તેને બેચેની થવા લાગી અને તે બેભાન થઈ ગયો.  બાદ પરિવાર યુવકને સદર હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવકની ઓળખ સિહોરવા ગામના વિપિન કુમાર પાસવાન તરીકે થઈ છે.


મોમોઝની હાલતે જીવ લીધો!


25 વર્ષીય વિપિન ગુરુવારે તેની મોબાઈલ શોપ પર બેઠો હતો. પછી તેના મિત્રો આવ્યા અને તે તેમની સાથે મોમોઝ ખાવા ગયો. તે જ સમયે, મિત્રોમાં વધુ મોમોઝ ખાવાની હોડ જામી અને  વિપિન શરત જીતવા માટે 150 મોમોઝ ખાઇ ગયો.  મોમોઝ ખાધા પછી બધા પોતપોતાના કામે નીકળી ગયા અને મૃતક પણ તેની દુકાને આવ્યો. થોડા સમય પછી અચાનક વિપિનને ગભરાટ થવા લાગ્યો અને તે બેભાન થઈને નીચે પડી ગયો.


મોમોઝથી આ કારણે થાય છે મોત


જો તમે પણ ઉતાવળમાં મોમોને ચાખવાના બહાને તેને ચાવ્યા વગર ગળી જાવ છો, તો આ સમાચાર તમારા માટે છે. હા, AIIMSના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મોમોઝ ગળી જવાથી મૃત્યુ થવાની સંભાવના છે. AIIMSના નિષ્ણાતોનું માનવું છે કે જો મોમોઝ સારી રીતે ચાવીને ફટાફટ ખાવામાં આવે તો મોમોઝ જીવલેણ સાબિત થઇ શકે છે. તે પેટમાં ચોટી જાય છે અને ફુલે છે જેથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર બહુ ખરાબ પ્રભાવ પાડે છે અને વ્યક્તનું મોત પણ થઇ જાય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા દિલ્લીમાં બન્યો હતો.જયાં 50 વર્ષિય વ્યક્તિનું મોમોઝ ખાવાથી મોત થયું હતું.