સુરત: સરથાણામાં સ્ટન્ટ વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરનું ગળાફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કિશોર કથિત રીતે સ્ટન્ટ કરી રહ્યો હતો અને એક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કિશોર સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અમારુ માનવું છે કે, ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસી બની હશે જ્યારે ઘરમાં પરિવાર કે અન્ય સભ્યો નહોતા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કિશોરના માતા-પિતા અનુસાર આઠમા ધોરણમાં ભણતો આ કિશોર સ્ટન્ટ વીડિયો બનાવવાનો શોખીન હતો. તે સોશિયલ મીડિયા તથા વીડિયો શેર એપ ટિકટોક પર શેર કરતો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કિશોરનું મોત સ્ટન્ટ કરવાના કારણે થયું છે જેની પુષ્ટી પણ માતા પિતાએ કરી છે. પોલીસ આત્મહત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે કારણ કે તેના માતા-પિતાએ હાલમાં જ તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.