સુરતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા, કેટલા લોકો થયા સ્વસ્થ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2020 10:19 PM (IST)
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 1110 કેસ નોંધાયા છે.
ફાઈલ તસવીર
સુરત: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 1110 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ 232 અમદાવાદમાં નોંધાયા છે. સુરતમાં કોરોના વાયરસના 141 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં આજે 141 કેસ નોંધાયા જેની સામે 166 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં નવા 26 કેસ નોંધાયા હતા, જ્યારે 35 લોકો સ્વસ્થ થયા છે. આજે સુરત કોર્પોરેશનમાં કુલ 2 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1110 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4193 પર પહોંચ્યો છે.