સુરતઃ સુરતના કરજણ ગામની16 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં સગીરાની એંગેજમેન્ટ થઈ ગઈ હોવાનું અને તેના ફિયાન્સે સાથેના સંબંધથી ગર્ભવતી બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ અંગેની સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ગત 26મી ડિસેમ્બરે રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં સગીરા તેની માતા સાથે સારવાર માટે આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તપાસ કરવામાં આવતાં સગીરાને નવ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કામરેજ પોલીસને જાણ થતાં પોલીસ તપાસ માટે ગઈ હતી.
સૂત્રોના મતે, સગીરાએ સગાઈ પછી તેના ફિયાન્સે સાથે સહમતીથી શરીરસંબંધ બાંધ્યા હતા. તેમજ શરીરસંબંધ પછી તેને ગર્ભ રહી ગયો હતો. બંને પરિવાર લગ્ન માટે રાજી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
સુરતઃ 16 વર્ષીય સગીરા ફિયાન્સે સાથેના શરીરસંબંધથી બની ગર્ભવતી ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 12:25 PM (IST)
ગત 26મી ડિસેમ્બરે રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં સગીરા તેની માતા સાથે સારવાર માટે આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તપાસ કરવામાં આવતાં સગીરાને નવ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કામરેજ પોલીસને જાણ થતાં પોલીસ તપાસ માટે ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -