સુરત કોર્પોરેશનમાં નવા 167 કેસ નોંધાયા છે. જેની સામે 171 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં કોરોનાના નવા 64 કેસ નોંધાયા છે, જ્યારે 73 દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરત કોર્પોરેશનમાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,43,927 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે.
આજે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,267 એક્ટિવ કેસ છે, જ્યારે 1,43,927 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.