સુરત: ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં આજે 1112 નવા કેસ નોંધાયા જેની સામે 1264 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે.


સુરત કોર્પોરેશનમાં નવા 169 કેસ નોંધાયા છે. જેની સામે 179 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે, જ્યારે 81 દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરત કોર્પોરેશનમાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે કુલ 1264 દર્દી સાજા થયા હતા અને 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,47,572 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે.

આજે રાજ્યમાં 1112 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3676 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13985 એક્ટિવ કેસ છે, જ્યારે 1,47,572 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.