સુરત જિલ્લમાં કોરોના વાયરસના કારણે આજે 6 લોકોના મોત થયા છે. સુરતમાં નવા 175 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 3500ને પાર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં વધુ 6 મોત થતા કુલ મૃત્યુઆંક 134 પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 28429 પર પહોંચી છે.