સુરતઃ સુરતમાં 28 વર્ષીય પરિણિતાને 18 વર્ષના યુવક સાથે એકતરફી પ્રેમ થઈ જતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ફોન કરીને બોલાવ્યા કરતી હતી. આ યુવતીએ તેના પતિને પણ કહી દીધું હતું કે, મારે આ છોકરા સાથે સંબંધ રાખવો છે. આ સાંભળીને પતિ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને તે પણ કશું નહોતો કરી શક્યો.
બિન્દાસ થઈ ગયેલી યુવતીએ શારિરિક સંબંધો માટે દબાણ ચાલુ રાખતાં 18 વર્ષના યુવકે કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. યુવકના પરિવારે યુવતી સામે ફરિયાદ કરતાં પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લોકડાઉનને કારણે યુવક ઘરે રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે.
આ યુવતી પોતાનાથી 10 વર્ષ નાના યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવક સાથે તે શારીરિક સંબંધ બાંધવા માગતી હતી. યુવકના પરિવારના જણાવ્યા મુજબ આ યુવતી યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રહેતો હતો.
પુત્રની આ હાલત જોઈ માતાએ પૂછતાં તેણે યુવતીના ત્રાસ અંગે માતાને કહ્યું હતું. ચોંકેલી માતાએ યુવતીના પતિને આ વાતની જાણ કરી હતી. જો કે યુવતીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની આ વાત સાંભળી સ્તબ્ધ થઈને ઘરમાં જતો રહ્યો હતો. એ પછી પરિણીતા ફોન કરીને યુવકને બોલાવ્યા કરતી હતી, તેથી યુવક માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
સોમવારે પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને યુવતી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ 28 વર્ષની યુવતી 10 વર્ષ નાના યુવકને ફોન કરીને શારીરિક સંબંધો બાંધવા બોલાવતી, યુવકની માતાએ યુવતીના પતિને કહ્યું ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 10:48 AM (IST)
લોકડાઉનને કારણે યુવક ઘરે રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -