તાપીઃ શેરડી ભરેલા ટ્રેક્ટર પાછળ ઘૂસી ગયું બાઇક, સ્પાર્ક પછી બાઇક સાથે યુવક સળગ્યો ને થયું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 11:42 AM (IST)
28 વર્ષીય યુવકની બાઇક રોડ પર ઉભેલ ટ્રેક્ટરમાં અથડાતા સ્પાર્ક થતા બાઇક સળગી ઉઠી, જેને પગલે યુવક પણ ગંભીર રીતે સળગી જતા મોત થયું હતું. ડોલવણ પોલીસે રોડ પર કોઈપણ જાતની દરકાર રાખ્યા વિના ટ્રેક્ટર પાર્ક કરી ચાલ્યા જતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તસવીરઃ ડોલવણના પાઠકવાડી ગામે બાઇક રોડ પર ઉભેલ ટ્રેક્ટરમાં અથડાતા સ્પાર્ક થતા બાઇક સળગી ઉઠી, જેને પગલે યુવક પણ ગંભીર રીતે સળગી જતા મોત થયું હતું.
તાપીઃ ડોલવણના પાઠકવાડી ગામે મોડી રાત્રે રોડ પર શેરડી ભરેલ ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બાઈકમાં આગ ફાટી નીકળી હતી અને યુવક પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેમાં આ યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 28 વર્ષીય યુવકની બાઇક રોડ પર ઉભેલ ટ્રેક્ટરમાં અથડાતા સ્પાર્ક થતા બાઇક સળગી ઉઠી, જેને પગલે યુવક પણ ગંભીર રીતે સળગી જતા મોત થયું હતું. ડોલવણ પોલીસે રોડ પર કોઈપણ જાતની દરકાર રાખ્યા વિના ટ્રેક્ટર પાર્ક કરી ચાલ્યા જતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.