હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે સુરતના ગ્રામ્ય વિસ્તરામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.
મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા તાલુકામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં અઢીં ઈંચ વરસાદ નોંધાયો છે અને હાલ પર ઝરમર વરસાદ પડી રહ્યો છે.
વરસાદની આગાહી વચ્ચે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે નદી-નાળામાં વરસાદી પાણી વહેતા થયા હતાં.
ઉમરપાડામાં ગઈકાલે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે.
13મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 14મી ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
મોડી રાતે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 08:48 AM (IST)
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે સુરતના ગ્રામ્ય વિસ્તરામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -