સુરત:  શહેરના એક હીરાના કારખાનામાં 50 લાખના મતના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ ટીમે લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. ત્રણ પૈકી એક આરોપી ચોરી થયેલ કારખાનામાં ચાર વર્ષથી કામ કરતો હતો.


સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહનનગર વિ:- ૦૨ ખાતા નં-બી-24/25 સંત-આશીષ ડાયમંડ નામના કારખાનામાંથી કોઇ અજાણ્યા ઇસમોએ શુકવારે વહેલી સવારે કારખાનામાં પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરી એસિડમાં બોઇલ કરવા રાખેલ કુલ 48 લાખથી વધુના હીરાના જથ્થાની ચોરીનો અંજામ આપ્યો હતો. કારખાનું શરું હતું અને બિદસ્ત પણે હીરા ભરેલો ડબ્બો લઈને ફરાર થઈ ગયા હતા. જોકે કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા હતા. બનાવને પગલે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચના ટીમે બાતમી મળતા લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.


લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર આરોપી


(1) દિપક અચ્છેલાલ માલી 
(ર) ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા  
(૩) સુનિલ 


આ પકડાયેલ આરોપી પૈકી મુખ્ય આરોપી ચંદ્રેશ ચોવટીયા નામનો આરોપી કારખાનામાં ચોરી થઇ તે જ  કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરાનું સાઈનિંગનું કામ કરતો હતો. જોકે પૈસા કમાવાની લાલચમાં ચંદ્રેશ ચોવટીયા નામના આરોપી તેના અન્ય બે મિત્રોને ચોરી કરવા માટેની ટીપ આપી હતી. બાદમાં ગુન્હાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ તો સુરત પોલીસે ત્રણેય આરોપી ધરપકડ કરી છે.


કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા સાઇનીંગ મારવાનું કામ કરે છે. જેથી તેને કારખાનાની બધી ગતીવિધિની ખબર હોય તેણે તેના હીરાના કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ અને દિપક અચ્છેલાલ માલી ટીપ આપેલ હતી અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મુકે છે તે બધુ તેણે સહ આરોપી દિપક માલીને બે દિવસ પહેલા  બતાવી દિધેલ હતું. બાદમાં આ ત્રણેય આરોપીઓ બરોડા પ્રિસ્ટેજ પાસે ભેગા થઇ ચોરી કરવાનુ નક્કી કરીને ચોરીને અંજામ આપ્યો હતો.