સુરતના પૂણામાં પતંગ ચગાવવા ધાબે ચઢેલા 5 વર્ષના બાળકનું નીચે પટકાતા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2021 05:44 PM (IST)
સુરત શહેરના પૂણા વિસ્તારમાં પાંચ વર્ષનું બાળક રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયું હતું. જ્યાંથી અચાનક પટકાતા તેનું મોત થયું છે.
સુરત: ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં પાંચ વર્ષનું બાળક રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયું હતું. જ્યાંથી અચાનક પટકાતા તેનું મોત થયું છે. 5 વર્ષીય કેનિલ ગોહિલ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મૃત્યુ થયું હતું. બાળકના મૃત્યુને લઇને પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કેનીલ દરરોજની જેમ સાંજે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો. પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો. ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ કેનીલને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવાર પર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.