સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં રેશ રો-હાઉસ બ્રિજ નીચે 31stની રાત્રે ડ્યુટી કરી રહેલી મહિલા કોન્સ્ટેબલની છેડતીની ઘટના સામે આવી છે. મોપેડ પર આવેલા બે શખ્સો મહિલા કોન્સ્ટેબલની અશ્લીલ કોમેન્ટ કરીને છેડતી કરીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે તેમનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, 31 ફર્સ્ટના ગુરુવારે રાત્રે મહિાલા કોન્સ્ટેબલ અન્ય સ્ટાફ સાથે રો-હાઉસ પાસે બ્રિજ નીચે ચેકિંગમાં હતી. આ સમયે એક મોપેડ પર બે શખ્સો કોન્સ્ટેબલ પાસે આવીને અશ્લીલ કોમેન્ટ કરીને નાસી છૂટ્યા હતા. થોડીવાર પછી બંને ફરીથી એ તરફ આવ્યા હતા અને મહિલા કોન્સ્ટેબલ સામે જોઇને ચિચિયારી પાડીને નાસી ગયા હતા. જોકે, પોલીસે તેનો પીછો કરીને પકડી પાડ્યા હતા.
મહિલા કોન્સ્ટેબલે બંને વિરુદ્ધ છેડતી અને સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા યુવકનું નામ જિતુસિંગ સૈતાનસિંગ રાજપૂત (22) (રહે.સિદ્ધેશ્વર સોસાયટી, ભૈયાનગર, પુણાગામ. મૂળ રહે. સિવાણા,બાડમેર, રાજસ્થાન) અને એક સગીર છે. બંને કેટરિંગવાળાને ત્યાં મજૂરીનું કામ કરે છે.
સુરતઃ 31stની રાત્રે ડ્યુટી કરી રહેલી કોન્સ્ટેબલ યુવતીની બાઇક ચાલકે કરી છેડતી, ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 04:02 PM (IST)
31 ફર્સ્ટના ગુરુવારે રાત્રે મહિાલા કોન્સ્ટેબલ અન્ય સ્ટાફ સાથે રો-હાઉસ પાસે બ્રિજ નીચે ચેકિંગમાં હતી. આ સમયે એક મોપેડ પર બે શખ્સો કોન્સ્ટેબલ પાસે આવીને અશ્લીલ કોમેન્ટ કરીને નાસી છૂટ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -