Surat Rain Update: સુરતમાં ભારે વરસાદે સુરતની શીરત બગાડી છે. વરાછા ઝોનમાં કોઈલી ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. સુરતના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. મિડલ રિંગ રોડ પર પાણી ભરાયા છે. ઉપરાંત ગાયત્રી બીઆરટીએસ રૂટ અને કાપોદ્રાના માર્ગો પર કમર સમા પાણી ભરાયાછે.લંબે હનુમાન રોડ પણ જળમગ્ન બન્યો છે. પુણાના માર્ગો પર નદીની જેમ પાણી વહી રહ્યાં છે. પુણાની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.
સુરતના જવાહરનગરમાં પણ જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. ઉમરવાડા વિસ્તાર,માન દરવાજા,ખ્વાજાનગરમાં ગોઠણસમા પાણી ભરાયા છે. સપ્તશ્રૃંગી માતા સર્કલ, રેશમવાડમાં અનેસલાબતપુરામાં તો એવી સ્થિતિ છે કે, કાર ડૂબી જાય ત્યાં સુધી માથા સમા પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાતા નેશનલ હાઈવેનો સર્વિસ રોડ બંધ કરવો પડ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ અહીંદર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે. અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદી પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કૃષ્ણનગર રોડ, ડભોલી, ડુમસ રોડ,રાંદેર વિસ્તારના માર્ગો પર નદીની જેમ પાણી વહી રહ્યાં છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઓલપાડ,કામરેજ,કડોદરા વિસ્તાર જળમગ્ન બની ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 27 જૂન સુધી ભારે વરસાદનું અનુમાન છે. હાલ ગુજરાતના દક્ષિણ,પૂર્વ, ઉત્તર અને મધ્યમાં વાદળો છવાયેલા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 22થી 27 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે, ઉલ્લેખિયનિ છે કે હવામાન વિભાગની સ્પષ્ટતા મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં આ સમય દરમિયાન અતિ ભારે વરસાદ વરસીની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
આજે ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ
રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.