સુરત: માંગરોળ તાલુકાના પાલોદ ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મોડી સાંજે ઘરે પરત નહીં ફરતા 13 વર્ષીય શુભમની પરિવારજનોએ શોધ ખોળ કરતા તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.


સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામે જે.બી.રો હાઉસમાં રહેતા શુભમ નામના બાળકે મિત્રો સાથે મળી તળાવમાં ન્હાવા જવાનો પ્લાન ઘડ્યો હતો અને ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જોકે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી 13 વર્ષીય શુભમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મોડી સાંજ થતા ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શુભમની શોધ ખોળ શરૂ કરી હતી અને દોઢ બે કલાક બાદ પૂછપરછ કરતા ત્રણ મિત્રો જોડે પાલોદ ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયા હોવાનું સામે આવ્યું હતું.


જોકે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રો સુરક્ષિત બહાર આવી ગયા હતા અને શુભમનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હોવાનું પરિવારજનોને જાણ થઇ હતી. જે બાદ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધ ખોળ હાથ ધરી હતી. કોસંબા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયા બોલાવી 13 વર્ષીય શુભમના મૃતદેહની શોધ ખોળ કરતા મોડી રાત્રે તળાવમાંથી શુભમનો મૃતદેહ મળી આવ્યો હતો.


રામજીની સવારી પર પથ્થરમારો


આજે ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થર મારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે થયો પથ્થરમારો


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સગઠનના કહેવા મુજબ, કેટલાક તત્વોએ પહેલાથી જ સુનિયોજિત કાવતરું રચ્યું હતું.









 રામનવમીના દિવસે નીકળેલી સવારી ઉપર ફતેપુરા વિસ્તારમાં કાંકરી ચાળો થતા સ્થિતિ તંગ બની હતી. પથ્થરમારામાં 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસઓજી, પીસીબી, ડીસીબી તથા એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, ઘટના સ્થળે 108 ની બે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. રામ નવમીના તહેવારમાં કાંકરી શાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરશે.