સુરતઃ શહેરના પીપલોદ સ્થિત ઓયો હોટલના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે. જોકે, યુવતીનું કેવી રીતે મોત થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બહાર આવી શકે છે.
આ અંગેની વિગતો એવી છે કે, કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22)ને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સંકળાયેલી યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારને પણ જાણ હતી. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદની ઓયો હોટલમાં ગયા હતા.
અહીં હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં સૂતા પછી તન્વી ન ઉઠતા પ્રેમી પંકજ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, અહીં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના અચાનક મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. પ્રેમી પંકજ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે.
સુરતઃ પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ યુવતી ને બીજા દિવસે સવારે પ્રેમીએ ઉઠીને .....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 01:08 PM (IST)
કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22)ને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સંકળાયેલી યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારને પણ જાણ હતી.
મૃતક યુવતીની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -