SURAT :અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર સુરતના કોસંબા નજીક સાવા પાટિયા પાસે કારમાં આગ લાગવાની ઘટના ઘટી છે. નેશનલ હાઇવે-48 પર સુરતના કોસંબા નજીક સ્કોડા કારમાં આગ લાગતા કાર સળગી ઉઠી હતી. આ કારમાં બે યુવાનો સવાર હતા, જો કે આ યુવાનો સમયસર કારમાંથી ઉતારી જતા જાનહાની ટળી છે. આ યુવાનો કારમાં સવાર થઇ અંકલેશ્વરથી સુરત તરફ જઈ  રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી છે. આ ઘટનામાં કાર સંપૂર્ણ બાળીને ખાખ થઇ ગઈ છે.  કારમાં આંગણું કારણ જાણવા મળેલ નથી. હાઇવે પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.


આરોગ્ય વિભાગની ગ્રાન્ટના 11 કરોડ 13 લાખની ઉચાપત
ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન ખાતે આવેલ કમિશનર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ કચેરીને ભારત સરકારના નૅશનલ હેલ્થ મિશન હેઠળ દર્દીઓને સહાય રૂપ થવા ફાળવવામાં આવતી IDSP અને NVHCP પ્રોગ્રામની ગ્રાંટ આરોગ્ય શાખાના ભળતા નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 11 કરોડ 13 લાખ 48 હજાર 400 ટ્રાન્સફર કરીને પૂર્વ કન્સલ્ટન્ટ હાર્દિક પટેલ અને તેના મિત્ર યુધીર જાનીએ કૌભાંડ આચરી ઉચાપત કરી હોવાનું નાણાંકીય વર્ષના ઓડિટ રિપોર્ટમાં બહાર આવતાં સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દત્તક લીધેલી પુત્રીના લગ્ન કરાવ્યાં
કોઈપણ દીકરી કે દીકરીના લગ્ન એ તેમના માટે જીવનનો સૌથી મોટો દિવસ અને સૌથી યાદગાર ક્ષણ હોય છે. પણ આ દિવસે જો માતા-પિતામાંથી કોઈ એકની હાજરી ન હોય તો આ બાબતનો થોડો ખચકાટ રહે છે. પણ વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા છે. કોરોનાકાળમાં માતા ગુમાવી ચુકેલી સંગીતાના જીવનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માતા બનીને આવ્યા. ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી, સંગીતના લગ્ન કરાવ્યાં અને કન્યાદાન પણ કર્યું.