સુરત: વિદેશથી આવ્યાં બાદ વેસુના વેપારીએ 10મા માળેથી છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે વેપારીએ અચાનક મોતને વહાલુ કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે. મળતી માહિતી પ્રમાણે યુવકના હજુ છ માસ પહેલા જ લગ્ન થયા હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વેસુ ખાતેના હેપ્પી ગ્લોરીયસના કાપડ વેપારીએ શુક્રવારે સવારે દસમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. મૃતક વેપારી મુળ રાજસ્થાનના વતની છે અને તેમનું નામ નિતીન મહેન્દ્રભાઈ જૈન છે. 28 વર્ષિય નિતિન પરિવાર સાથે વેસુ સ્થિત હેપ્પી ગ્લોરીયસમાં બીજા માળે રહેતો હતો અને રીંગરોડ ખાતે ઈન્ડીયા માર્કેટમાં કાપડની  દુકાન ચલાવતો હતો. 


આ દરમિયાન શુક્રવારે સવારે નિતિન દસમાં માળે રહેતા સંબંધીને મળવા ગયો હતો.  ત્યારબાદ દસમાં માળેથી ઝંપલાવી દીધું હતું.  નિતિને દસમાં માળેથી કૂદકો માર્યો હોવાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. નિતીનને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા નિતિનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા ઉમરા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. પોલીસે પોસ્ટમોટર્સ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગણેશ ઉત્સવ દરમિયાન નિતિન ઘરે કોઈને પણ કંઈપણ કહ્યાં વગર મોરેસિયસ નીકળી ગયો હતો.  જોકે, બે દિવસ બાદ પરત પણ આવી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારે ઉમરા પોલીસ મથકમાં નિતિનના ગુમ થયાની ફરિયાદ આપી દીધી હતી. જેને પગલે પોલીસે નિતિનનો જવાબ પણ લીધો હતો.


અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો


અમદાવાદમાં રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો છે. નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ યુવકનું મોત થયું છે. યુવકનું નામ ભાવિન પટેલ હોવાની માહિતી છે. આ સાથે જ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે.  અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જેથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે. 


ખડતા ઢોરની અડફેટમાં આવતા યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે અંતે યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત ભાવિન પટેલનું મૃત્યુ થયું છે. 


રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયા છે. આ 471 લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. જ્યારે અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17 લોકો, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે.


કેજરીવાલનો દાવો- 'સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે'









કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી.